Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં તા.૮એ પૂ.જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબીમાં તા.૮એ પૂ.જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફ્લોટ્સ, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીતના આકર્ષણો સાથે શોભાયાત્રાનું અનેરુ આયોજન : ઓરકેસ્ટ્રાના લાઈવ પ્રોગ્રામ સાથે સંતો-મહંતોની ઉપસ્થિતીમાં મહાઆરતી યોજાશે

મોરબી : પૂ.જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિ નિમિતે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત તા.૮-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેર ના જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે.

શોભાયાત્રા જુના બસસ્ટેશન-નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રામ ચોક-શનાળા રોડ-નવુ બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈન રોડ-બાપા સિતારામ ચોક સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગો પર ફરી વળશે. વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવશે. બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા તથા ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુ દેવ પ.પૂ. હરીચરણદાસજી મહારાજના ગાદીપતિ પૂ.જયરામદાસ બાપુ સહીતના સંતો-મહંતો ના વરદ્ હસ્તે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ (જલારામ બ્યુટી ઝોન)પરિવાર દ્વારા કેકકટીંગ યોજવામાં આવશે.

શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા માં આવશે જે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેશન ખાતે દીપકભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા) પરિવાર તરફથી શોભાયાત્રા નું સ્વાગત, નગર દરવાજા ખાતે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, ચકીયા હનુમાનજી મંદીર ખાતે વસંત પ્લોટ ગરબી મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત પોપટ પરિવાર દ્વારા સ્વાગત, નવા બસસ્ટેશન ખાતે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શોભાયાત્રાનનું સ્વાગત કરવા માં આવશે. તે ઉપરાંત શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ નો લાઈવ રોટલા પ્રસાદ વિતરણ કરવા માં આવશે. શહેર ના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.

શોભાયાત્રાને સફળ બનાવવા તેજશભાઈ બારા, દીપકભાઈ કે.પોપટ, જયભાઈ કક્કડ, નૈમિષભાઈ પંડિત, રવિભાઈ કોટેચા, રોનકભાઈ કારીયા, નિખિલભાઈ છગાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, વિરેનભાઈ પુજારા, ભરતભાઈ રાચ્છ, સચિનભાઈ કાનાબાર, ધવલભાઈ રાજા, પાર્થભાઈ સેતા, સંજયભાઈ ભોજાણી, વિપુલભાઈ વી. પંડિત, કુલદીપભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, નેહલભાઈ કોટક, જીજ્ઞેશભાઈ પોપટ, નિખિલભાઈ પોપટ, જયભાઈ ભોજાણી, જીતુભાઈ પુજારા, કેતનભાઈ પુજારા, જતીનભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર, જીતુભાઈ રાજવીર, અમિતભાઈ ગણાત્રા, અમિતભાઈ પંડિત, પ્રતિકભાઈ રાચ્છ, પરેશભાઈ કાનાબાર, જીતેશભાઈ સચદેવ, સાગરભાઈ જોબનપુત્રા, દીપકભાઈ આર.પોપર, દર્શનભાઈ પુજારા, સુનિલભાઈ પુજારા, યજ્ઞેશભાઈ સોમૈયા, દેવાંગભાઈ પંડિત, લખનભાઈ કક્કડ, નિમિષભાઈ કોટક, નિલેશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, બિનીતભાઈ બુધ્ધદેવ, સાગરભાઈ મીરાણી, પ્રતિકભાઈ હાલાણી, શૈલેષભાઈ ચંદારાણા, જતીનભાઈ ખખ્ખર, હાર્દિકભાઈ પોપટ, પ્રિયાંકભાઈ પંડિત, ભાવીનભાઈ ખંધેડીયા, જીજ્ઞેશભાઈ ખખ્ખર, ઉદયભાઈ રાજા, મેહુલભાઈ પુજારા, વિરલભાઈ ચંડિભમર, જનકભાઈ ચંડિભમર, કુલદીપભાઈ ચંડીભમર, ચેતનભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, સાગરભાઈ રાજા સહિતનાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments