Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅજાણ્યા યુવાનનો ફોન કોલથી પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને પતાવી દીધી

અજાણ્યા યુવાનનો ફોન કોલથી પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને પતાવી દીધી

મોરબીના બેલા ગામે ભાઈ બીજના દિવસે પતિએ ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્નીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં મધ્યપ્રદેશના વતની પરિણીતાના મોબાઈલના અજાણ્યા યુવાનના ફોન આવતા હોય ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ છરીના ઘા ઝીકી પત્નીને મોત ઘાટ ઉતારી નાખવાના બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગઈકાલે બપોરના સુમારે મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીકી તેણીના જ પતિ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયએ હત્યા કરી નાખતા બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ બનાવ સ્થળે દોડી ગયો હતો.

વધુમાં આ બનાવમાં મૃતકના કૌટુંબિક સગા સુનિલ રાધેશ્યામ માલવીયએ આરોપી કનૈયાલાલ વિરુદ્ધ હત્યાના આ બનાવમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મૃતક ધાપુબેન છેલ્લા છ સાત મહિનાથી તેંમના વતનમાં રહેતા હતા અને ધાપુબેનનો મોબાઈલ ફોન તેણીના પતિ કનૈયાલાલ પાસે હોય જેમાં કોઈ યુવાનના ફોન આવતા હોવાથી ધાપુબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આરોપી કનૈયાલાલે ધાપુબેન સાથે ઝગડો કરી તારે તે વ્યક્તિ સાથે શુ સંબંધ છે તેમ કહી ગળાના ભાગે છરીના ઘા ઝીકી દેતા ધાપુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments