Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમધુરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા તા.10એ મંત્રૌષધિ ગર્ભવિજ્ઞાન શિબિર

મધુરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા તા.10એ મંત્રૌષધિ ગર્ભવિજ્ઞાન શિબિર

મોરબી : મધુરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આગામી તારીખ 10-11-2024ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે નિઃશુલ્ક મંત્રૌષધિ ગર્ભવિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સંચાલક ડૉ. મેહુલભાઇ આચાર્ય શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે. આયુર્વેદના પ્રખંડ જ્ઞાતા, દર્શનાચાર્ય, આયુર્વેદ તથા દર્શનશાસ્ત્રમાં પી.એચ.ડી. એવા ડૉ. મેહુલભાઇ આચાર્ય દ્વારા આ જ્ઞાનયજ્ઞમાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી, મંત્રૌષધિ સંસ્કારનું સંપૂર્ણ વિજ્ઞાન, ગર્ભસંસ્કાર, મંત્રપ્રયોગ અને વિવિધ વૈદિક સૂક્ત, નાના બાળકોની પરવરિશનું વિજ્ઞાન વગેરે મુખ્ય વિષયો પર માહિતી આપવામાં આવશે. તેમજ હાજર પરિણિત યુગલોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી “ગર્ભવિજ્ઞાન” પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે મો. નં. 9426232400 પર ફોન અથવા વોટ્સએપથી જાણ કરવાની રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments