Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન મિલાપ હેઠળ વલસાડમાંથી ગુમ થયેલ 400 વ્યક્તિઓને શોધી કાઢતી એસપી કરણરાજની...

મિશન મિલાપ હેઠળ વલસાડમાંથી ગુમ થયેલ 400 વ્યક્તિઓને શોધી કાઢતી એસપી કરણરાજની ટીમ

વલસાડ : વલસાડ જિલ્લામાં જ્યારથી એસપી કરણરાજ વાઘેલાએ કાયદો અને વ્યવસ્થાપનની ઘુરા સાંભળી છે ત્યાંરથી જ વલસાડ જિલ્લામાં ગુનાખોરી છુંમંતર થઈ ગઈ છે અને ભલભલા ગુનેગારો ગુના આચરતા પહેલા સો વાર વિચાર કરી રહ્યા છે. એકંદરે બાહોશ અધિકારી એસપી કરણરાજ વાધેલાએ વલસાડ જીલ્લામાંથી ગુનાખોરી નસતેનાબૂત કરી દીધી છે. ત્યારે તેઓએ તેમની ટિમ સાથે વલસાડ જિલ્લામાં ગુમસુદા અને અપહૃત થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા કામે લાગ્યા હતા.

વલસાડ પોલીસ સ્ટાફે મુખ્ય પોલીસ અધિકારી પ્રેમવીરસિંહ અને એસપી ડો. કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 16 વર્ષમાં ગુમ અને અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા જે તે સમયના રજિસ્ટરો, કાગળો ચેક કરી ફરિયાદી અને સાક્ષીઓનો સંપર્ક કરી તેમના બતાવેલા સરનામે તપાસ કરી શોધખોળ કરવામાં આવી હતી. એ દરમિયાન ઘણા ખરા બાળકો અને અપહૃત વ્યક્તિઓ ગુજરાતી બહાર હોવાનું ધ્યાને આવ્યું હતું આથી વલસાડ પોલીસ સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનનો અધિકારીઓનો સંપર્ક કરી તેમને સાથે રાખીને ગુમસુદાની શોધખોળ કરવામાં આવી હતી. આમ એસપી કરણરાજ વાઘેલા અને તેમની ટીમે 2008થી 2024 સુધી ગુમ અપહરણ થયેલા 400 બાળકો, વ્યક્તિઓને શોધી કાઢી એમના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments