Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા દિપ ઠક્કરની “સીઝન ક્રિકેટ ગુજરાત U-16″માં...

હળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા દિપ ઠક્કરની “સીઝન ક્રિકેટ ગુજરાત U-16″માં પસંદગી

હળવદ : હળવદમાં સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠક્કર દિપ બિપીનભાઈ જેઓની એસ.જી.એફ.આઇ. ગુજરાત રાજ્ય કક્ષાએ ‘સીઝન ક્રિકેટ અંડર ૧૬’માં પસંદગી થઈ છે.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની સ્કૂલમાંથી જિલ્લા કક્ષા એ પસંદગી પામેલા વિદ્યાર્થીઓની ગુજરાત ની ટીમમાં પસંદગી માટેનો કેમ્પ જામનગર ખાતે યોજેલ હતો. જે કેમ્પમાં અંદાજિત ૨૬૦ વિદ્યાર્થીઓ આવેલ હતા. જે તમામ વિદ્યર્થીઓ માંથી સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ – હળવદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠક્કર દિપ બીપીનભાઈની ‘ગુજરાત રાજ્યની સીઝન ક્રિકેટ – u- ૧૬’ (SGFI) માં પસંદગી થયેલ છે. જે બદલ સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી હિતેનભાઈ ઠક્કર, શ્વેતાબેન ઠક્કર તથા તમામ આચાર્ય – શિક્ષક ગણે શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે ક્રિકેટ કોચ હરપાલસિંહ પઢિયાર તથા દુષ્યંત દંગીએ “સાંદિપની સ્પોર્ટ્સ એકેડમી” ખાતે દિપ ઠક્કર તથા અન્ય વિદ્યાર્થીઓને કોચીંગ આપે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments