સરકારી પરિપત્ર ની પરવાહ કર્યા વગર અમુક શાળાઓ ચાલુ કરી દેવમાં આવી હોવાનો વિડિઓ થયો વાયરલ
મોરબી : મોરબી સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. પણ મોરબીની અમુક શાળાઓમાં જાણે દિવાળી વેકેશન જ ન હોય તે રીતે સરકારી નિયમોનો ઉલાળીયો કરી શાળાઓ ચાલુ હોવાની સ્થિતિ સામે આવી છે અને આ શાળાઓ ચાલુ હોય તેવા વિડીયા સામે આવતા જિલ્લા શિક્ષણ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.
17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન હોવા છતાં મોરબીની સ્કૂલો એ સરકારી પરિપત્રની પરવા કર્યા વગર સ્કૂલો ચાલુ કરી દીધી છે.જેમાં મોરબીની ખાનગી સ્કૂલોમાં નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવમાં આવી છે. વહેલી સ્કૂલ ચાલુ કરી દેવાનો વિડિઓ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવતા તેઓ સ્કૂલને નોટિસ આપી ખુલાસો મંગાશે. યોગ્ય કારણ નહિ બહાર આવે તો જે તે સ્કૂલો સામે સરકારી પરિપત્રના નિર્ણય મુજબ કાર્યવાહી કરાશે.
હાલ દિવાળી વેકેશન હોવા છતાં ઉપરોક્ત સ્કૂલો ચાલુ કરીને મનમાની ચલાવતા સ્કૂલ સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરાશે. તેમજ આજે પણ સ્કૂલો ચાલુ દેખાતા ઉલાળીયો આજે આ ચાલુ થયેલી સ્કૂલોના સંચાલકોને સ્કૂલો બંધ કરવાની સૂચના આપી નોટિસ આપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.














