Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપંચાસર રોડ ઉપર ખાણ ખનીજ વિભાગનો દરોડો : એક્સકેવેટર મશીન અને ત્રણ...

પંચાસર રોડ ઉપર ખાણ ખનીજ વિભાગનો દરોડો : એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર પકડાયા

મોરબી : મોરબી નજીક પંચાસર રોડ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા માટીના ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે ત્રાટકીને એક એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર પકડી પાડી તાલુકા પોલીસને સોંપી દીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી મયુર ડેરીની સામેના ભાગે, પંચાસર રોડ ઉપર માટીનું ગેર કાયદેસર ખનન પકડી પાડવામાં આવ્યું છે. તપાસ દરમિયાન સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ R-210-7 સીરીયલ નંબર N601D04374 જેના માલીક તથા ખોદકામ કરાવનાર ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રે. પંચાસર , તા. મોરબી દ્વારા કરાવતા હોવાનું માલુમ પડ્યું હતું.વધુમાં આ સ્થળે સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ-36-V-1816 (2) GJ-36-V-1319 ane (3) GJ-36-X-7216 ને સ્થળેથી પકડી સીઝ કરી આ તમામ મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments