Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું

દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું

મોરબી : ભાજપ દ્વારા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા- પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ, મોરબી રાજકોટ હાઈવે, વિરપર ખાતે યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડી એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્નેહ મિલન કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાલા,સાંસદ રાજકોટ,દિલીપભાઈ પટેલ, ચૂંટણી અધિકારી ,મોહનભાઇ કુંડારીયા, પૂર્વ સાંસદ રાજકોટ,રણછોડભાઈ દલવાડી જિલ્લા ભાજપ પ્રમુખ,હંસાબેન પારધી જિલ્લા પંચાયત પ્રમુખ,નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી ,બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી,જયંતિ ભાઈ જેરાજ ભાઈ પટેલ,જતીનભાઈ ફૂલતરીયા,કવીનભાઈ શાહ તેમજ મોરબી ટંકારા અને પડધરીના ત્રણેય તાલુકા ના હોદેદાર શ્રી ઓ અરવિંદભાઈ વાસદડિયા,કિરીટભાઈ અંદરપા,શૈલેશભાઈ ગજેરા,અને મુકેશભાઈ કુંડારીયા ,હરેશભાઇ બોપલીયા ,વિનોદભાઈ ભાડજા સીરામીક એસો.ના પ્રમુખો સહિતના સહિત તમામ સંગઠનનાં હોદેદારો,પદાધિકારીઓ અને તમામ વહાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.અને ભાજપના નેતાઓએ કાર્યકરોને એક્ઝુટ થઈને પક્ષ અને પક્ષથી દેશને મજબૂત બનાવવા માટે યોગદાન આપવાની હાકલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments