Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકાના નાગલપર ગામે તરુણનું અપહરણ

મોરબી તાલુકાના નાગલપર ગામે તરુણનું અપહરણ

મોરબી : મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કમલ ભારસિંઘ સોલંકી (32) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બબલુ પ્રકાશ નીનામા રહે. ખુરદા ખુરજી ગામ માનપુર થાણા એમપી હાલ રહે. રાજપર ગામની સીમવાળાની સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી બબલુ નીનામા અગાઉ તેની સાથે મજૂરી કામ કરતો હતો અને હાલમાં આ આરોપી ફરિયાદીના 13 વર્ષના દીકરાનું અપહરણ કરીને લઈ ગયો છે. જેથી ભોગ બનેલ બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને બાળકને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે .

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments