Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે

મોરબી તાલુકા પોલીસ મથકમાં તા. ૦૧-૧૧ ના રોજ ફરિયાદી મયુર કાન્તિલાલ શેરશીયાએ આરોપી આશુતોષ વઘાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પિતા કાન્તિલાલ લવજીભાઈ સેરશીયાને આરોપી આશુતોષએ રૂ ૪૨૦૦ કેન્ટીનના બાકી રકમ બાબતે બોલાચાલી કરી છરીના ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપી આશુતોષ હર્ષદ વઘાડીયાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યો હતો

જે આરોપીએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ પરમાર મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી પી મહીડાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ ગોપાલ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપી આશુતોષને શરતી જામીન પર મુક્ત કર્યો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments