Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગુરુ નાનક જયંતીની ભક્તિભાવથી ઉજવણી, વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ

મોરબીમાં ગુરુ નાનક જયંતીની ભક્તિભાવથી ઉજવણી, વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ

મોરબી સિંધી સમાજ દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી  

સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે નિતનેમ, આશાદી વાર અને કીર્તન યોજાયા હતા બાદમાં અખંડ પાઠ સાહેબની સમાપ્તિ ઉપરાંત સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ શ્રી ગુરુ નાનકના દર્શન કર્યા હતા અને બપોરે લંગર પ્રસાદનો લાભ લીધો હતો સાંજે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાઈ હતી

જે શોભાયાત્રા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જે નગર કીર્તનનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments