Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કાલિકા પ્લોટની ગલીમાં ગટર પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

મોરબીના કાલિકા પ્લોટની ગલીમાં ગટર પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

બે માસથી ઉભરાતા ગટરના પાણીએ હદ કરી નાખતા મહિલાઓ વિફરી

મોરબી: મોરબીના કાલિકા પ્લોટની ગલીમાં ગટરના ઉભરાતા પાણીએ હદ કરી નાખી હતી. જેમાં ગટરના દુષિત પાણી ઘરમાં ઘુસી જતા મહિલાઓ વિફરી હતી અને મહિલાઓનું ટોળું ગટર પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા કચેરીમાં દોડી જઈને ગટર પ્રશ્ને વેઠવી પડતી હાડમારીની વ્યથા ઠાલવી હતી.

મોરબીના કાલિકા પ્લોટની એક ગલીમાં છેલ્લા બે માસથી ભૂગર્ભ ગટર ઉભરાય છે. આ ગટરના ગંદા પાણી હવે આખી શેરીમાં ફરી વળ્યાં છે. જેમાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી બાથરૂમ અને શૌચાલયમાં ઉભરાય રહ્યા છે.આથી રોજ રોજની ગટરની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ આ ગટરના પ્રશ્ને ગળે આવી જઈને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. મહિલાઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, બે મહિનાથી ગટર ઉભરાતી હોય અને હવે તો ગટરના પાણી ઘરમાં ઘુસી જતા આ ગટરના પાણીએ હદ વટાવી દીધી છે. બે માસથી ગટર ઉભરાવા છતાં તંત્ર સફાઈ કરવામાં ઉણું ઉતરતું હોય એમ ગટરની સફાઈ ન થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી તાકીદે ગટરની સાફ સફાઈ કરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments