Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiછત્તીસગઢના લાપતા વૃદ્ધાને મોરબીથી શોધી કાઢીને પરીવાર સાથે મેળાપ કરાવતી મોરબી તાલુકા...

છત્તીસગઢના લાપતા વૃદ્ધાને મોરબીથી શોધી કાઢીને પરીવાર સાથે મેળાપ કરાવતી મોરબી તાલુકા શી ટિમ

મોરબી : મોરબી તાલુકા પોલીસની શી ટીમે છત્તીસગઢ રાજ્યના મુંગેરી જીલ્લામાંથી ગુમ થયેલ વૃદ્ધાને રંગપર ગામની સીમમા આવેલ કારખાનામાંથી શોધી કાઢી પરીવાર સાથે મીલન કરાવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે-દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી રાજ્ય-છત્તીસગઢ વાળાએ જાણ કરેલ કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ ઉ.વ.૫૫ અસ્થિર મગજના તેમજ વૃદ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ગઈ તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ટ્રેનમાં બેસી જતા રહેલ છે અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી મળી છે. પણ મળ્યા નથી. શી ટીમે આ મામલે તપાસ કરતા આ વૃદ્ધા રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં હોવાની હકીકત મળતા શી ટીમે ત્યા જઇ ખરાઇ કરતા વૃદ્ધ મહિલા કારખાનાના લેબર ક્વાટરમાંથી મળી આવ્યા હતા. બાદમાં તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના પરીવાર સાથે સુખદ મીલન કરાવ્યું હતું.

આ કામગીરી માં તાલુકા પોલીસ પી.આઈ એન.આર.મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments