Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ મંદિર ખાતે આવતીકાલથી રાહતદરે અડદીયાનું વિતરણ થશે

મોરબીના જલારામ મંદિર ખાતે આવતીકાલથી રાહતદરે અડદીયાનું વિતરણ થશે

મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આવતીકાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયાનું વિતરણ શરૂ કરવામાં આવશે.

શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનાવેલા સૂકામેવાથી ભરપુર અડદીયાનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ આવતીકાલ તા. 19-11-2024 ને મંગળવારના રોજ બપોરે 3 કલાકથી શરૂ કરવામાં આવશે.

અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયા વિતરણ કરવામાં આવશે. શુદ્ધ ઘીમાંથી બનેલા સુકામેવા થી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments