Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફાયનાન્સની ઓફિસના તાળા ખોલીને જાણભેદુએ 7 લાખનો હાથ માર્યો

મોરબીમાં ફાયનાન્સની ઓફિસના તાળા ખોલીને જાણભેદુએ 7 લાખનો હાથ માર્યો

આગલા દિવસે ફાયનાન્સ કંપનીના સ્ટાફે તિજોરીમાં મુકેલા નાણાં ચોરાયા

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી ફાયનાન્સ કંપનીમાં ત્રાટકેલા જાણભેદુ તસ્કરે ચાવી વડે ઓફીસ તેમજ તિજોરીના તાળા ખોલી રૂપિયા 7 લાખથી વધુની ચોરી કરી જતા ચોરીની આ ઘટના અંગે ફાયનાન્સ કંપનીના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમા આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત તા.15ની મોડીરાત્રીના સમયે મોઢા ઉપર બુકાની બાંધીને આવેલ તસ્કર પેઢીની ઓફિસના તેમજ તિજોરીના તાળા ચાવી વડે ખોલી રૂપિયા 7, 01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાયનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આરોપીએ ચાવી વડે તાળા ખોલી ચોરીને અંજામ આપ્યો હોય આ ઘટનામાં જાણભેદુએ હાથ માર્યાના સંકેતો મળી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments