Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં રૂ.૬૩.૭૮ લાખના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યું

વાંકાનેરમાં રૂ.૬૩.૭૮ લાખના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ મથકમાં ચાર મહિના દરમિયાન પકડાયેલા રૂ.૬૩.૭૮ લાખના વિદેશી દારૂનો આજે અધિકારીઓની ઉપસ્થિતીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વીદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ૫ જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ-૨૯,૪૬૯ કિંમત રૂ.૬૨,૭૮,૨૭૦/- તથા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાંથી ૮ જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ – ૩૩૩ કીમત રૂ.૧,૦૦,૨૨૫/- એમ મળી કુલ બોટલો નંગ-૨૯,૯૦૨ કુલ કીમત રૂ.૬૩,૭૮,૪૯૫/-નો નાશ વાંકાનેર ડિવિઝન મેજિસ્ટ્રેટ વી.ડી.સાકરીયા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.ટી.વ્યાસ તથા ઇન્સપેક્ટર, નશાબંધી અને આબકારી ખાતુ,રાજકોટ એસ.સી.વાળા, પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર તાલુકા પો.સ્ટે. ડી.વી.ખરાડી તથા પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર સીટી પો.સ્ટે. એચ.વી.ઘેલાની હાજરીમાં રોલર ફેરવી કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments