Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દિવાળીના વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર 5 શાળાઓને નોટિસ ફટકારી

મોરબીમાં દિવાળીના વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર 5 શાળાઓને નોટિસ ફટકારી

વેકેશનમાં સ્કૂલ બસો દોડતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગની કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના વેકેશન દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર 5 શાળાઓને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ આપી 5 દિવસમાં ખુલાસો આપવા આદેશ અપાયો છે.

મોરબી જિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન ખાનગી સ્કૂલની બસો શહેરમાં દોડતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. જેથી ટીમોએ વાયરલ વિડીયોમાં જે શાળાની બસો જોવા મળી હતી તે શાળાઓની તપાસ કરી હતી જેમાં પાંચ સ્કૂલો વેકેશન દરમિયાન ચાલુ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ નિરીક્ષક પ્રવીણ અંબારીયાના જણાવ્યા મુજબ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નાલંદા વિધાલય, આર્ય વિધાલય, માસૂમ વિધાલય, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિધાલય આ પાંચ શાળાઓને કારણદર્શક નોટીસ આપી છે. આ શાળાઓને 5 દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કરાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments