મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારમાં અફીણ ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ અફીણની ખેતી માટે સરકાર પરવાનગી આપે તેવી માંગ કરી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ એસોના કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે અને પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ બદતર બની રહી છે મધ્યપ્રદેશમાં સરકારે કેટલાક વિસ્તારમાં અફીણ ખેતી માટે મંજુરી આપી ચેહ ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશ જેવું જ છે જમીન પણ તે પ્રકારની છે જેથી ગુજરાતના ખેડૂતોને સરકારની દેખરેખ નીચે અફીણ ખેતી માટે પરવાનગી આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે











