Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં ગેરકાયદે માંસ મટનના હાટડા તાત્કાલિક બંધ કરાવવા માંગ

હળવદમાં ગેરકાયદે માંસ મટનના હાટડા તાત્કાલિક બંધ કરાવવા માંગ

હળવદ શહેરમાં સરકારી જગ્યા પર દબાણ કરી ગેરકાયદે ચાલતા માંસ મટનના હાટડા તાત્કાલિક ધોરણે બંધ કરાવવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે

હળવદ અસ્મિતા મંચ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદ શહેર છોટા કશી તરીકે જગ વિખ્યાત છે હળવદ શહેરની સ્થાપનાથી અત્યાર સુધી કોઈપણ જાહેર સ્થળે માંસ મટનની લારીમાં માંસાહારનું વેચાણ થતું નથી છેલ્લા થોડાક વર્ષોથી હળવદના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સરકારના સંબંધિત વિભાગની કોઈપણ પ્રકારની મંજુરી વગર માંસાહારનું વેચાણ સરકારી જગ્યા પર અનઅધિકૃત રીતે કબજો કરી થઇ રહ્યું છે શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર મરઘીના ઈંડા રોડ પર ફેંક્યા હતા

અને ૨ દિવસ પૂર્વે હળવદની બજારમાં સંગીતા પાન પાસે કોઈ પશુના માંસના ટુકડા જાહેર રોડ પર ફેંકી અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરી લોકોની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરવામાં આવ્યું છે જેથી ગેરકાયદે ધમધમતા માંસાહારના હાટડા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને સરકારી જગ્યા પર દબાણ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments