Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsમચ્છુ નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામનારના પરિવારને રૂ.4 લાખની સહાય

મચ્છુ નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામનારના પરિવારને રૂ.4 લાખની સહાય

ધારાસભ્ય તેમજ અધિકારીઓએ વાંકાનેરના જાલસીક ગામના ડાંગર પરિવારને ચેક અર્પણ કર્યો

મોરબી : વાંકાનેરના જાલસીક ગામમાં મચ્છુ નદીના વહેણમાં તણાઈ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગરનું અવસાન થયું હતું. ત્યારે તેમના પરિવારને આજ રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીક ગામ ખાતે તારીખ 1-9-2024ના રોજ મચ્છુ નદીના વહેણમાં તણાઈ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગરનું અવસાન થયું હતું. જેમના પરિવારને આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4,00,000ની સહાય ચુકવવામાં આવી છે. આ દરમ્યાન વાંકાનેરના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments