Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પાલિકામાં જન્મ-મરણ નોંધણીનું કામ ઝડપી કરો : આપ

મોરબી પાલિકામાં જન્મ-મરણ નોંધણીનું કામ ઝડપી કરો : આપ

“આપ”ના હોદેદારોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી

આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ મગુનીયા રમેશભાઈ સદાતીયા જૈનીથભાઈ ચડાસણીયા દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અત્યારે નવા આધારકાર્ડ માટે જન્મનાં દાખલામાં ફરજીયાત અરજદારનું આખું નામ હોવું જોઈએ એવાં નીયમ બનાવવાથી જન્મ દાખલામાં સુધારો કરવા અને નવા જન્મ મરણ નોંધણી કરવા માટે અરજદારની લાંબી લાઈનો લાગી છે ત્યારે નગરપાલિકા દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સીંગલ યુઝર લોગીનમાં ગોકળગાયની ગતીએ કામ ચાલે છે તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરી કે જન્મ મરણ નોંધણીમાં મલ્ટી યુઝર લોગીન કરી અને એક કરતાં વધારે કોમ્પ્યુટર ઓપરેટરો રાખી અને ઝડપી કામગીરી થાય જેથી કરીને આમ જનતાને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆતને કરવામાં આવી હતી..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments