Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsલજાઈ ગામેથી CNG રિક્ષાની ચોરી કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ટંકારા પોલીસ

લજાઈ ગામેથી CNG રિક્ષાની ચોરી કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ CNG રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની લજાઈ ગામે રહેતા અઝરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંઝાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અને ઇસમને ઝડપી લેવા ટંકારા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. અને CNG રિક્ષા ચોરી કરનાર બે ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.ચારેલની સુચના તેમજ માર્ગદર્શન મુજબ એમ.જે.ધાધલ પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સ પો.હેડ કોન્સ. રાજેશભાઇ કણજરીયા તથા પો.કોન્સ. તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ રાણા, વિપુલભાઇ બાલાસરા, વિગેરે સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ. તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજાને બાતમી મળી કે, લજાઈ ગામેથી થયેલ CNG રિક્ષાના ચોર ઇસમો રિક્ષા હંકારી રાજકોટ થી મોરબી તરફ જઈ રહ્યા છે. જેથી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી તપાસમાં રોકાયેલ હતા. તે દરમ્યાન બે ઇસમો ચોરાયેલ રીક્ષા નંબર- GJ-36-U-8976 વાળી સાથે મળી આવ્યા હતા. જેની પાસે પોલીસે રીક્ષાના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં રીક્ષાના એન્જીન ચેસીસ નંબર તથા આર.ટી.ઓ નંબર સર્ચ કરી જોતા રીક્ષા હાર્દીકભાઇ મહેશભાઇ સેરસીયા (રહે. મોરબી વાવડી રોડ, ભુમિટાવર કેનાલ રોડ, નાની વાવડી સીધ્ધી વિનાયક સોસાયટી શેરી નં-૦૨) વાળાના હોવાનું પોલીસને જણાયું હતું. અને રીક્ષા બાબતે ખાત્રી તપાસ કરતા ટંકારા પો.સ્ટે.માં ઉપરોકત ગુનાના કામે ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવતા બન્ને ઇસમોની સઘન વધુ પુછપરછ કરતા ગઇકાલે તા.23ની રાત્રીના લજાઇ ગામેથી ચોરી કરેલાની કબુલાત આપી હતી 

જેથી પોલીસે CNG રિક્ષાની ચોરી કરનાર મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી (રહે મુળ-પેઢલા સામા કાઠે તા.જેતપુર જી.રાજકોટ તથા અર્જુનભાઇ જયંતીભાઇ સોલંકી (રહે.રાજકોટ ઢેબર રોડ વિજય પ્લોટ-૨૫ ભાડલા પેટ્રોલ પંપ સામે તા.જી.રાજકોટ) નામના બન્ને ઈસમને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસે ઝડપાયેલ ઇસમની વધુ તપાસ હાથ ધરતા આરોપી મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી અગાઉ પણ રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના અનેક પોલીસ સ્ટેશનના ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે અન્ય આરોપી અર્જુનભાઇ જયંતીભાઇ સોલંકી પણ રાજકોટ શહેર, ભક્તિનગર, થોરાળા સહિતના પોલીસ મથકે ચડેલ છે. તેમજ બન્ને ઝડપાયેલ ઇસમ રાત્રીના સમયે ગામડા વિસ્તારમાં નીકળી પાર્ક કરેલ વાહનો ડાયરેક કરી ચોરી કરવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments