
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમના 116માં એપિસોડને સંબોધિત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોએ પણ અલગ-અલગ જગ્યાએથી મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. મોરબીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 116માં એપિસોડને સાંભળ્યો હતો. જેમાં મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયાના કાર્યાલય બુથ નંબર 268માં, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા કોસાધ્યક્ષ રોહિતભાઈ કનજારિયા, મોરબી શહેર કોષાધ્યક્ષ માવજીભાઈ કનજારિયા, યુવા મોરચા પ્રભારી કચ્છ સુખદેવ દેલવાણીયા, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન ચુનીલાલ પરમાર, મોરબી જિલ્લા આઇટી સહ કન્વીનર રોહિતભાઈ સોનગરા તેમજ કાર્યકર્તાઓએ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.

મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 116માં એપિસોડને લઈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાહેબે મન કી બાતમાં જે રીતે કહ્યું કે હું આખો મહિનો મન કી બાતની આતુરતાથી રાહ જોઉં છું જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. તે જ રીતે અમે પણ વડાપ્રધાન મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમને લઈ રાહ જોઈ રહ્યા હોય છીએ જેના થકી અમને કંઈક નં કંઈક માર્ગદર્શન મળતું રહે. વડાપ્રધાન મોદી સાહેબે મનકી બાતમાં ‘વિકસિત ભારત’ને આકાર આપવામાં યુવાનોની મહત્વની ભૂમિકા વિશે વાત કરી અને કહ્યું કે દેશની પ્રગતિ માટે તેમની ઊર્જા, કૌશલ્ય અને પ્રતિબદ્ધતા જરૂરી છે. મોદી સાહેબ મન કી બાતમાં દેશમાંથી નાનામાં નાના ગામમાં કોઈએ દેશ માટે શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, કલા ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, રોજગારી ક્ષેત્ર અને નવું ઇનોવેશન કર્યું હોય તેઓ મોદી સાહેબ આખા દેશમાં મન કી બાત ના માધ્યમથી તેમને ઉજાગર કરતા હોય છે.

NCC યુવાનોમાં શિસ્ત,નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જેમાં ગઇકાલે રાષ્ટ્રીય કેડેટ કોર (NCC) દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 116માં એપીસોડમાં કહ્યું હતું કે, હું પોતે NCC કેડેટ રહી ચુક્યો છું. NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે.જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે NCC કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે. આજે NCCને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હવે NCCમાં ગર્લ્સ કેડેટ્સની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. નેશનલ કેડેટ કોર (NCC)ના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.











