Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaહરિપર કેરાળા ગામ નજીક શ્રમિક યુવાનની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ ઝડપાયા

હરિપર કેરાળા ગામ નજીક શ્રમિક યુવાનની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ ઝડપાયા

મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. /પેરોલફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુના સ્થળોએ લગાવવામાં આવેલ, સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા ગઇકાલે તા.24ના રોજ ટેક્નીકલ, હયુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદાર માધ્યમથી બાતમી મળેલ કે, આ ખુનના ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ છે અને તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલ તે કાળા કલરનુ હિરો સ્પેલન્ડર મો.સા.નંબર -GJ-36-AK-6156 વાળુ લઇને હાલે તેઓ ત્રણેય જણા હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની બાતમી મળેલ હતી. જેથી આ વર્ણન વાળા ઇસમો તથા મો.સા.ની વોચ તપાસમાં એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ટાફની ટીમ કાર્યરત હતી.

તે દરમિયાન એક મો.સા. ઉપર આવાજ વર્ણન વાળા ત્રણ ઇસમો ઉભેલ હોય તેઓને રોકી ચેક કરતા તેઓ ત્રણેય મળી આવેલ સી.સી.ટી.વી ફૂટેજના વર્ણન મુજબના હોય જેથી તેઓની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી આ કામના મરણ જનારનો મોબાઇલ ફોન મળી આવેલ હોય જેથી ત્રણેયની ગુના સબંધીત ઉંડાણપુર્વક પુછપરછ કરતા આ ખુનના ગુનાને તેઓએ અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ઇસ્માઇલ સલેમાનભાઇ આમદભાઇ સખાયા (રહે. માળીયા મિંયાણા વાડા વિસ્તાર) અવેશ સુભાનભાઇ હુસેનભાઇ મોવર (રહે. માળીયા ઇદમસ્જીદ નજીક), સાહિલ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર (રહે. માળીયા વાડા વિસ્તાર), ત્રણેયને ઝડપી લઈ કુલ મોબાઇલ નંગ-4 તથા આ ખુનના ગુનામાં ઉપયોગ કરેલ તે મો.સા. સહિતના મુદામાલ સાથે પકડી પડી ખુનનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે. તરફ સોપવામાં આવી હતી. આ રીતે પોલીસે મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ કામે પકડાયેલ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મો.સા તથા ફોરવ્હીલ ગાડી સાથે નીકળી મોરબીના અલગ અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારમા રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મો.ફોન તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપે છે.

પોલીસનો પ્રજા જોગ સંદેશ.:-

આથી મોરબીના તમામ પ્રજાજનો, વેપારીઓ તથા મજુર વર્ગને સંદેશ આપવામાં આવે છે કે, મોડી રાત્રીના સમય દરમ્યાન કાચા રસ્તે તેમજ અવાવરુ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments