મોરબીના જુના આરટીઓ પાસે પસાર થતી મચ્છુ ડેમમાં ગઇકાલે સવારના અરસામાં અજાણ્યા યુવાને ઝંપલાવ્યું હતું. ત્યારે આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

મોરબીના આરટીઓ પાસે મચ્છુ-3 નદીના પુલ પરથી કોઈ અજાણ્યા રિક્ષા ચાલકે ઝંપલાવ્યું હતું. આ અંગેની માહિતી ફાયર વિભાગની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇને મચ્છુ-3 નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ગઈકાલે સવારના 9 વાગ્યાના અરસામાં મચ્છુ-3 નદીમાં ઝંપલાવનાર યુવાનનો આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મૃત યુવાનનું વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.32) તથા મોરબીના રોહિદાસ પરા પાછળ આવેલ વિજયનગરનો રહેવાસી હોવાની માહિતી મળી હતી.











