Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું

મોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું

મોરબી જિલ્લામાં ‘આપણું શૌચાલય આપણું સન્માન’ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક સૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સરકારશ્રી દ્વારા વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ‘આપણું શૌચાલય આપણું સન્માન ‘અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં પણ તારીખ 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક શૌચાલયની સાફ સફાઈ કરીને સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સાફ સફાઈ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગામના લોકો દ્વારા સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments