Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ફ્લેટમાંથી 9 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી

મોરબીમાં ફ્લેટમાંથી 9 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી

મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502 નંબરના ફ્લેટમાં તસ્કરોએ પ્રવેશી 9.10 લાખના સોનાના દાગીના ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના રહેણાંક ફલેટનો દરવાજાનો લોક ખોલી ફલેટમા પ્રવેશ કરી શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી 1વજન આશરે 8 તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી 1 વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂ.9,10,000ના મુદામાલની ચોરી કરી નશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments