માળીયા મિયાણા-હળવદ હાઇવે ઉપર વાધરવા ગામની સામે GJ03-FB-8735 નંબરનું બાઈક લઈને જઈ રહેલા વાધરવા ગામના નીતિરાજસિંહ બળવંતસિંહ જાડેજા હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે GJ36-T-7777 નંબરના ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લઇ નિતિરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચાડતા નિતિરાજસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ દિગ્વિજયસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










