Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત

વાંકાનેર તાલુકાનાં શેખેરડી ગામ ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકાના શેખેરડી ગામથી કાનપર ગામ સુધી 2.40 કિ. મી. રૂ/150.55 લાખનાં ખર્ચે નવા ડામર રોડનું કામ તેમજ દિઘલીયા ગામથી શેખેરડી ગામ સુધી 3.50 કિ.મી રૂ/120 લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅંબાસ શેરસીયા, યુસુફભાઈ શેરસીયા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ શારદીય સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments