Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ મંદિરે 4 ડિસેમ્બરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબીના જલારામ મંદિરે 4 ડિસેમ્બરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધી ના ૩૮ કેમ્પ મા કુલ ૧૧૧૯૩ લોકોએ લાભ લીધો તેમજ  ૫૦૨૩ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.

મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૪ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.ચુનીલાલ કાલીદાસ કાથરાણી (જુના નાગડાવાસ વાળા) પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.

જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૩૮ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૧૧૯૩ લોકો એ લાભ લીધો હતો તેમજ ૫૦૨૩ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments