Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના વેગડવાવ નજીક પેટ્રોલપંપમાંથી રૂ.33 હજાર અને સ્માર્ટ વોચની ચોરી

હળવદના વેગડવાવ નજીક પેટ્રોલપંપમાંથી રૂ.33 હજાર અને સ્માર્ટ વોચની ચોરી

હળવદ તાલુકાના વેગડવાવ નજીક પેટ્રોલપંપ સંચાલક વોકિંગ કરતા હતા ત્યારે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાંથી 33 હજાર રોકડા અને એક સ્માર્ટ વોચની ચોરી કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ નજીક આવેલ નયારા પેટ્રોલપંપના સંચાલક વહેલી સવારે વોકિંગ કરતા હતા અને અન્ય એક સાહેદ સુતા હતા ત્યારે સવારે 6.15થી 6.30 વાગ્યાના અરસામાં એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાં રહેલા 33 હજાર રોકડા અને ટેબલ ઉપર રહેલી 1000ની કિંમતની સ્માર્ટ વોચ ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments