Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાર એસોસિએશનની 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

મોરબી બાર એસોસિએશનની 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

મોરબી બાર એસોસિએશનની આગામી 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી માટે 2 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરીને જમા કરવાના રહેશે 9 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી અને 10 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે તેમજ 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારની ફાઇનલ યાદી જાહેર થશે.

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ત્રણ કારોબારી સભ્ય અને મહિલા અનામતના હોદ્દાઓ માટે 20 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મોરબી ન્યાય મંદિર બિલ્ડિંગ ખાતે આવેલા બાર રૂમમાં મતદાન થશે. જેમાં મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદારો જ મતદાન કરી શકશે. મતદાન સમયે મતદાતાએ ઓળખપત્ર સાથે રાખવું અને જો કોઈ મતદાર મોરબી બાર એસો.ની ફી ભરી હશે અને મતદાર યાદીમાં નામ ના હોય તો તેવા મતદારોએ તેમની ફીની અસલ રસીદ અને ઓળખકાર્ડ સાતે લાવી મતદાન કરી શકશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments