તાલુકા પીઆઇ મકવાણાએ એક દિવસમાં દારૂનું દુષણ નાબૂદ કરીને મોરબી તાલુકા વિસ્તારને દારૂની બદીથી મુક્ત કરવાનો સ્પષ્ટપણે સંકેત આપ્યો
મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની બાતમીના આધારે તાલુકા પીઆઇ એન.આર. મકવાણા અને તેમની ટીમ મોરબી તાલુકામાં ગેરકાયદે ધમધમતા દેશી દારૂના દુષણ ઉપર તૂટી પડીને 23 શખ્સોને 298 લીટર દેશી દારૂ સાથે પકડી પાડ્યા છે. જ્યારે અન્ય 10 શખ્સોના નામ ખુલતા તેમની પણ શોધખોળ હાથ ધરાઈ છે.પીઆઇ મકવાણાએ એક દિવસમાં દારૂની બદી ઉપર અંકુશ મેળવીને સમગ્ર પોલીસ બેડાની શાન વધારી છે.

મોરબી તાલુકા પોલીસના પીઆઇ એન.આર.મકવાણાએ દેશી દારૂના ધંધા ઉપર તૂટી પડવા ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં સમગ્ર તાલુકા પોલીસની ટિમ પીઆઇ મકવાણાની રાહબરી હેઠળ તાલુકા વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા દેશી દારૂ હાટડા ઉપર તવાઈ ઉતારી હતી અને દેશી દારૂના એક બે નહિ પણ ઠેરઠેર દરોડા પાડી 23 બુટલેગરોને દબોચી લીધા હતા. જેમાં આરોપીઓ શંકરસિંહ મધુસિંહ રાણા રહે- પાંજરાપોળ ગૌશાળા સામે લીલાપર રોડ મોરબી, સિંકદરભાઇ ઉર્ફે સિક્લો કાસમભાઈ સંધવાણી રહે-માલાણી શેરી માળીયા (મિ), ઇકબાલભાઈ હસનભાઈ શેખ રહે.વીશીપરા કુલીનગર-૦ર મોરબી, વિક્રમભાઇ ચંદુભાઈ મકવાણા રહે.સરફેસ સીરામીક સામે રંગપર ગામ સીમ ઝુંપડામાં તા-જી મોરબી, સીરાજભાઈ ફારૂકભાઈ ભટ્ટી રહે-નવલખી ફાટક પાસે પરશુરામ મંદિરની પાસે,બાયપાસ રોડ મોરબી, હરેશભાઈ ચતુરભાઈ દંતેસરીયા રહે- જુનુ ઘુટુ રોડ તા.જી.મોરબી, વિજયભાઈ બાબુભાઇ અદગામા રહે- જુના ઘુંટુ રોડ તા.જી.મોરબી, વિક્રમભાઈ કુંભાભાઈ છીપારીયા રહે-શિવહરી સો.સા. મકાન નંબર ૦૭ ટીબડી પાટીયા તા.જી.મોરબી, રેવીબેન ગાંડુભાઈ હરજીભાઈ સીતાપરા રહે-જુનુ ઘુંટુ ગામ તા.જી.મોરબી, હંસાબેન સામજીભાઈ સાંતોલા રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી, સમીરભાઈ મહમદભાઈ મુસાણી રહે- મોરબી-૨ વેજીટેબલ રોડ લાભનગર સામે ઓરડીમા તા.જી. મોરબી, રાજેશભાઇ ભીખુભાઈ કોટક રહે મોરબી-૨ રામકૃષ્ણનગર, વિશાલભાઈ હિતેશભાઈ રાઠોડ રહે મોરબી વીશીપરા કુલીનગર-૧ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે, યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે.-શોભેશ્વર, વાણીયા સોસાયટી, મહાદેવના મંદીર પાસે, કમલેશભાઈ અમરશીભાઈ ખ નવા જાંબુડીયા સંજયભાઈ નાગજીભાઈ સનુરા રહે- નવા જાંબુડીયા, ગંગાબેન રણછોડભાઈ કુંવરાભાઈ ઝાંપડા રહે- રફાળેશ્વર, ખીમજીભાઈ ધારસીભાઈ માથાસુરીયા રહે-રંગપર, હિતેશભાઈ ધીરૂભાઈ કગથરા રહે-તળાવીયા શનાળા, સુરેશભાઈ રમેશભાઈ કગથરા રહે.રંગપર, ચંપાબેન વશરામભાઈ કાંજીયા રહે.રંગપર ગામની સીમ આંબલી તળાવ પાસે ઝુંપડામાં અને વિનોંદભાઈ જગાભાઈ વાઘેલા રહે-હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમને પકડી પાડયા છે.

જયારે અન્ય લોકોના નામ ખુલ્યા તેની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં અનવરભાઈ હાજીભાઈ માલાણી રહે. કાંતીનગર, તૈયબભાઇ ગુલામહુસેનભાઈ માણેક રહે-વીશીપરા, વિજયભાઈ બાબુભાઈ વિંજવાડીયા રહે. મોરબી માધાપર, જુસબભાઇ હબીબભાઇ જામ રહે મોરબી-ર વેજીટેબલ રોડ, રફીકભાઈ અનવરભાઈ કટિયા રહે.મોરબી પરસોતમ ચોક, મુકેશ ઉર્ફે હકો ઉર્ફે ગુડો લાલજીભાઇ લીખીયા રહે.લાલપર, સંજયભાઈ નાગજીભાઇ સનુરા રહે- નવા જાંબુડીયા, ગણેશભાઈ રણછોડભાઈ ઝાંપડા રહે- રફાળેશ્વર, મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે-નઝરબાગ, ધનજીભાઈ હરખાભાઇ કોળી રહે-સુર્યનગર(સુદરગઢ)નો સમાવેશ થાય છે. તાલુકા પીઆઇ મકવાણાએ એક દિવસમાં આવી કડક કાર્યવાહી કરીને મોરબી તાલુકા વિસ્તારને દારૂના દુષણથી મુક્ત કરવાનો સ્પષ્ટપણે સંકેત આપ્યો છે.










