મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૦૧:૩૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.










