Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પત્રકારો માટે 7 ડિસેમ્બરે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાશે

મોરબીમાં પત્રકારો માટે 7 ડિસેમ્બરે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાના પત્રકારોઓની અનુકૂળતા ધ્યાને રાખી મોરબીમાં ઘર આંગણે જ ગુજરાત રેડ ક્રોસ અને મોરબી જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન તા.7 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 11 દરમિયાન ગોકુલ વીઝીટીંગ સેન્ટર, ડો.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આપ સૌ મોરબી જિલ્લાના મીડિયાનાં મિત્રોને  મોરબી જિલ્લા માહિતી કચેરી વતી અનુરોધ છે.

આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લેવા માંગતા પત્રકારોઓએ જિલ્લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવીના મોબાઈલ નંબર 9978444867 પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને ખાસ વિનંતી કે આ હેલ્થ ચેકઅપ કેમ્પનો અચૂક લાભ લે, અને આજે જ રજિસ્ટ્રેશન કરાવે. આ કેમ્પમાં લીવર અને કીડનીના ફંકશનીંગના ટેસ્ટ સહિતના અનેક મહત્વના ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

ખાસ નોંધ: હેલ્થ ચેકઅપ કેમ્પમાં તમામ મીડિયાકર્મીઓએ સવારે ભૂખ્યા પેટે આવવું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments