Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા 5 ડિસેમ્બરથી અરજી કરી શકશે

મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા 5 ડિસેમ્બરથી અરજી કરી શકશે

મોરબી: આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટેની ઓનલાઈન અરજી આગામી તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર વખતોવખત જાહેરાત કરવામાં આવતી હોય છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક મોરબી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments