Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ પોલીસ સ્ટેશનના અકસ્માત ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી 2 વર્ષ બાદ...

હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માત ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી 2 વર્ષ બાદ ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલકે, હળવદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ (રહે. પટખૌલી ઘુધર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા અકસ્માના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ ઉ.વ.૨૬ રહે. પટખૌલી ઘુઘર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments