Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો : ખનિજચોરી કરતા ચાર ડમ્પરો ઝડપાયા

મોરબીમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો : ખનિજચોરી કરતા ચાર ડમ્પરો ઝડપાયા

મોરબીમાં ખાણ ખનીજ વિભાગે હમણાંથી સપાટો બોલાવ્યો છે અને ખાણ ખનીજ વિભાગે ખનિજચોરી કરતા વધુ ચાર ડમ્પરોને ઝડપી લીધા છે. આ સાથે જ ખાણ ખનીજ વિભાગે કુદરતી સંપદાને નુકશાન કરતા કોઈપણ ભુમ્મફિયાને બક્ષવામાં નહિ આવે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

મોરબીમાં ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેર  દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક રોડ ચેકીંગ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા  મોરબીના સોખડા પાસે , આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ડમ્પર GJ-36-V-4704 માલિક સુરેશભાઈ નાંગળા રે- લાલપર તા- મોરબી,  GJ-36-X-2643 માલિકશ્રી કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, રે-નસિતપર તા- ટંકારા અને GJ-10-TY-2006 માલિક જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ રે- નાગડાવાસ તા- મોરબીને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ  સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબીને સોંપી દેવાયા છે, તેમજ માળીયા (મી) તા-માળીયા(મી) ખાતેથી ન્યૂ ડમ્પર (રજીસ્ટ્રેશન થયેલ નથી) માલિક જીતુભા દરબાર રે- ખીલોસ તા,જી- જામનગર ને ખનીજ સાદી રેતીના ગેરકાયદેસર વહન બદલ સ્થળે વાહન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવામાં આવેલ છે. આમ કુલ ૪ વાહનો ને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૧.૫૦ કરોડ નો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments