Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઉમિયા માર્કેટ પાસે જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં ઉમિયા માર્કેટ પાસે જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રોહીતભાઇ ઉર્ફે જીગો શંકરભાઇ કૈલા (રહે.પંચાસરરોડ રાજનગર હનુમાનજીના મંદીર વાળી શેરી મોરબી) તથા અસલમભાઇ અનવરભાઇ માડકીયા (રહે. મહેંદ્રપરા શેરી નં-૨૦ મોરબી) વાળાને રોકડ રકમ રૂ.700નાં મુદામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments