Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 16 થી 20 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 16 થી 20 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે, રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તારીખ ૧૬/૧૨/૨૦૨૪ અને ૨૦/૧૨/૨૦૨૪ સુધી કુલ ૫ દિવસ જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments