Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadવાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો...

વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો

વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતો સહભાગી બન્યા

મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્યશ્રી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા ખેડૂતલક્ષી સ્ટોલ અને પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતોએ આ કૃષિ મહોત્સવમાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત ખેડૂતોને મહાનુભાવો તથા કૃષિ નિષ્ણાંતો દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ સરકારના અભિગમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવના હસ્તે ખેડૂતોને વિવિધ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments