Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો

મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂની 84 બોટલ પકડી પાડી એક આરોપીને દબોચી લઈ દારૂ સપ્લાયરનું નામ ખોલાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

શુક્રવારે મોરબી જિલ્લામાં એન્ટ્રી કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાની ટીમે ટંકારા જુગાર રેઈડ પ્રકરણમાં તપાસ બાદ પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીને સસ્પેન્ડ કરાવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે મોરબી – માળીયા હાઈવે ઉપર ગાળા ગામના પાટિયા પાસેથી કોલસાનો કાળો કારોબાર પકડી પાડી 11 ઈસમોને પકડી પાડયા હતા. જે બાદ ગતરાત્રે નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં આરોપી મયુરસિંહ ઘનુભા ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 84 બોટલ કિંમત રૂપિયા 58,844નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપી જનાર મારાજ નામના માણસનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. એસએમસીની ટીમે સતત ત્રીજા દિવસે હેટ્રિક મારતા મોરબી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments