મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં બાળકની વધારાની આંગણી સફળતા પૂર્વક દૂર કરાઈ હતી. નક્ષત્ર હોસ્પિટલના ડોકટર મહેન્દ્ર ફેફરે જણાવ્યું હતું જે, એક બાળકને જન્મતા વેંત જ વધારા આગણીનો જટિલ કેસ આવ્યો હતો.આ આગણી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોમાં જન્મતા વેંત જ વધારાની નકામી આગણીને કાઢવા માટે ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવે છે. તેમાં લોહી પણ નીકળતું નથી અને બાળકને કોઈ હાનિ પહોંચતી નથી.લોહી પણ નિકળવાની કે ઇન્ફેક્શન થવાની ચિંતા રહેતી નથી.આધુનિક તબીબી શસ્ત્રથી બાળકને વધારાની નકામી આગણીને કાઢવામાં આવી હતી અને સફળતા પૂર્વક આ ઓપરેશન પાર પડાયું હતું.











