Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના દેવળીયા ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડતા 9ને ઇજા

હળવદના દેવળીયા ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડતા 9ને ઇજા

હળવદ : મોડી રાત્રે હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસ પલટી જતાં 9 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે 1-30 વાગ્યાની આસપાસ દેવળીયા પાસેથી પસાર થઈ રહેલી ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments