Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ટ્રાફિક પીઆઇ છાસિયાનો સપાટો વાહન ચેકીંગ ઝુંબેશમાં એક જ દિવસમાં...

મોરબી જિલ્લામાં ટ્રાફિક પીઆઇ છાસિયાનો સપાટો વાહન ચેકીંગ ઝુંબેશમાં એક જ દિવસમાં 75 રીક્ષા ડિટેઇન

રીક્ષામાં બાજુમાં પેસેન્જર બેસાડનાર 30 રીક્ષા ચાલકો તેમજ ડોક્યુમેન્ટ ન હોય તેવા 75 રીક્ષા ચાલકોને દંડ ફટકારાયા

મોરબી : મોરબી જિલ્લાના શહેરી વિસ્તારોમાં બેફામ ચાલતી રિક્ષાઓ સામે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આજે રીક્ષા ચેકીંગ ડ્રાઇવ ગોઠવી ૭૫ રીક્ષા ડિટેઇન કરી લીધી હતી. ઉપરાંત ૧૮ રીક્ષા ચાલકો સામે ગુના નોંધ્યા હતા. આ સાથે અનેક રીક્ષા ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લામાં આજે રીક્ષાની સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોના અગત્યના પોઈન્ટ ઉપર સરપ્રાઈઝ વાહન ચેકિંગ આયોજન કરી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડેલ,રીક્ષામાં ડ્રાઇવરની સીટ પાસે પેસેન્જર બેસાડવા, રીક્ષા ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાઈસન્સ તથા કાગળો સાથે ન હોય તેવા રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૬૪૩ રીક્ષા ચેક કરવામાં આવેલ હતી. આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવા વગરની કુલ-૪૪ રીક્ષાઓ તથા વધુ પેસેન્જર બેસાડેલ રીક્ષા કુલ-૩૧ એમ કુલ મળી કુલ ૭૫ રીક્ષાઓ એમ.વી.એકટ ૨૦૭ તથા એમ.વી.એક્ટ મુજબ કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ હતી. આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષામાં ડ્રાઇવર પાસે પેસેન્જર બેસાડવાના ચાલકો ને કુલ-૩૦સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી.

આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષામાં ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળ/પરમીટ સાથે ન હોય તેવા ચાલકોને કુલ-૭૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા રીક્ષા ચાલકો પાસે કુલ દંડ રૂ.૬૭,૦૦૦/- માંડવાળ દંડ કરવામાં આવેલ છે. આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષા ચાલકો વધુ ઝડપે ચલાવતા હોય તેવા રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮૧ મુજબ કુલ-૦૮ ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે. આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષા ચાલકો અડચણરૂપ પાર્ક કરેલ રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮પ મુજબ કુલ-૧૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments