Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં બાળકોની તકરારમાં માતાપુત્રીએ મહિલાની આંખમાં મરચું છાંટી ધોકા ફટકાર્યો

વાંકાનેરમાં બાળકોની તકરારમાં માતાપુત્રીએ મહિલાની આંખમાં મરચું છાંટી ધોકા ફટકાર્યો

મોરબી : વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા પાડોશીના બે બાળકો વચ્ચે પતંગ અને દોરા બાબતે તકરાર થયા બાદ પાડોશીએ માફી માંગી હોવા છતાં માતા- પુત્રીએ પાડોશી મહિલા અને તેની દીકરીની આંખમાં મરચું છાંટી ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા નામના મહિલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાડોશમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને તેની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પૂર્વે તેમના સગીર પુત્રને જોશનાબેનના પુત્ર સાથે પતંગ- દોરા બાબતે ઝઘડો થતા રાજેશ્વરીબેન અને તેમના પતિએ જોશનાબેનના પતિ પાસે માફી માંગી લીધી હતી. આમ છતાં ગઈ તા.18ના રોજ તેઓ તેમની પુત્રી સાથે શાક લઈ ઘેર પરત આવતા હતા ત્યારે જોશનાબેન અને તેમની પુત્રીએ આંખમાં મરચાની ભુક્કી છાંટી લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.બનાવ અંગે રાજેશ્વરીબેનની ફરિયાદને આધારે સીટી પોલીસે બન્ને માતાપુત્રી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments