Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ

મોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામી રહ્યો છે. સવારથી જ વકીલો મતદાન કરવા પહોંચી રહ્યા છે. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 552 મતદારો મતદાન કરશે.

મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમા પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ઉપપ્રમુખ માટે પણ 4 ઉમેદવારો છે અને જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સેક્રેટરી માટે 2 ઉમેદવાર અને કારોબારી સભ્ય માટે 5 ઉમેદવારો મેદાને છે. મતદાન માટે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments