Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આગામી 5 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

મોરબીમાં આગામી 5 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૪-૨૫ની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ તાલુકાઓમાં યોજાઈ રહી છે.

તા.૨૧/૧૨/૨૦૨૪ થી ૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ અન્વયે સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ  જિલ્લા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા આગામી તારીખ : ૦૫/૦૧/૨૦૨૫ ના રોજ સવારે : ૦૮.૦૦ કલાકે જ્ઞાનગંગા સ્કુલ, વાંકાનેર બસ સ્ટેન્ડની બાજુમા, વાંકાનેર ખાતે યોજશે. જેમાં તમામ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધક તથા સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળ, સમય તથા તારીખે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments