Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની આયુષ હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી પાયલોપ્લાસ્ટીનું સફળતાપૂર્વક ઓપરેશન

મોરબીની આયુષ હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી પાયલોપ્લાસ્ટીનું સફળતાપૂર્વક ઓપરેશન

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ , એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા પાયલોપ્લાસ્ટી નું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લાના પીપળી ગામના ભૂમિબેન (ઉમર 17) વર્ષ ને પડખામાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલમાં યુરો સર્જન ડૉ. કેયૂર પટેલને બાતવા માટે આવ્યા હતા. જ્યારે રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને કિડની માં સોજો આવી ગયેલ હતો. ત્યાર પછી DTPA સ્કૅન દ્વારા કનફોર્મ કરાયું કે તેમની જમણી કિડનીની નળીમાં બ્લોક છે જેને મેડિકલ ભાષા માં પેલ્વિ-યુરેટીક જંકસન ઓબસ્ટ્રકશન કહેવાય છે. દર્દીનું સફળતા પૂર્વક લેપ્રોસ્કોપિક ઓપરેશન કરાયું હતું. દર્દીના સગાએ ડોક્ટર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. આ ઓપરેશન 2 પ્રકારથી થતાં હોય છે કાપો મૂકી ને (ઓપન) અને  લેપ્રોસ્કોપિક (દૂરબીન દ્વારા), કાપો મૂકીને કરવાથી રૂજ આવતા સમય લાગે અને દુખાવો પણ વધારે થતો હોય છે જેથી કામ પર લગતા સમય લાગતો હોય છે. તેમજ લેપ્રોસ્કોપિક થી કાપો મૂકવો પડતો નથી અને દુખાવો પણ ઓછો થાય છે અને વહેલા કામ પર લાગી શકાય છે. આ પ્રકાર ના ઓપરેશન મોરબી જિલ્લા તેમજ નાના શહેરો થતાં નથી. મોરબી જિલ્લા માં આયુષ હોસ્પિટલ ખાતે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments