ટંકારા : નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હરબટીયાળી પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન 21 થી 59 ની વયજૂથમાં લોકગીત સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા છે. ઉપરાંત 6 થી 14 વર્ષની વય જૂથમાં શાળાની વિદ્યાર્થીનીઓનો પ્રાચીન રાસ પણ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયો છે. હવે તેઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.












